મુઠ્ઠી ઉંચેરો માનવી, મુઠ્ઠી ઉંચેરી પ્રજા...
માં ભારતીના પનોતા પુત્ર શ્રી એ પી જે અબ્દુલ કલામ સાહેબનું અનંત પ્રયાણ અને સમગ્ર રાષ્ટ્રનું એક સુરમાં વિદાયમાન આપવું એ હું સમજણો થયો ત્યારથી મેં જોયેલી અભૂતપૂર્વ ઘટના છે. મારૂં આ બાબતનું અનુભવ આધારિત જ્ઞાન સિમિત હોઇ શકે પરંતુ એ મહાન આત્માને અંજલી આપવા જે રીતે અબાલ વૃદ્ધ સૌએ ટ્વીટર , ફેસબુક થી વ્હોટ્સએપ્પ સુધી હ્ર્દયગાન કર્યુ તે ભલભલા પ્રસિદ્ધ હસ્તીઓને દોહ્યલું રહ્યું છે , રહે છે અને રહેશે. અઢળક ઉર્જાના જ્યોતિર્ધરની પ્રેરક વાતોની વિગતો , તેમના જીવન કવન અને તેમની સાથે જોડાયેલ વાતો તો વીકીપીડીયા કે અન્ય કોઇ લેખ માળા કે વેબસાઇટ પર સહસા ઉપલબ્ધ હશે. અહીં એ વાતોને દોહરાવવાનો યત્ન નથી. કદાચ , તેમની અપ્રતિમ હસ્તીને મારા શબ્દો પૂર્ણ ન્યાયથી વ્યક્ત કરવામાં અસમર્થ રહે તેમ પણ બને. આથી , આપણે તેમના દેહવિલયની વ્યથાને સમગ્ર દેશની પ્રજાએ જે રીતે વ્યક્ત કરી તેની વાત કરવી છે. કલામ સાહેબ મુઠ્ઠી ઉંચેરા માનવી હતાં તેમાં ક્યારેય કોઇ બે મત હોઇ જ ન શકે. તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને તેમના પ્રયત્નો થકી રાષ્ટ્ર્ને પ્રાપ્ત થયેલ અનન્ય સિદ્ધિઓ આવનારી અનેક પેઢીઓ સુધી વ્યાપ્ત ...