પાણીનો મૂળ રંગ લાલ હોય છે...

મનોજ ભારતકુમારની શોર ફિલ્મનું – પાની રે પાની તેરા રંગ કૈસા … ગીત તો તમે સાંભળ્યું જ હશે ને ? છપ્પનીયા દુકાળની વાતો તમે સાંભળી હશે ને ? માણસની કઠણાઇની વાતો તમે સાંભળી હશે ને ? પાણી માટે ટળવળતી પ્રજાની જીવલેણ મથામણ તમે અનુભવી છે ? પાણી વગર તમે કેટલો સમય રહી શકો ? ટી.વી. પર જોયેલ બુંદેલખંડના વિસ્તારોની હ્યદયદ્રાવક પરિસ્થિતિ શબ્દોમાં વર્ણવતાં પરસેવો છૂટી જાય છે. આ પરસેવો પણ પાણી જ છે ને ? તેનાથી તરસ છીપી શકે? દેશમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા છે એવે સમયે બાળપણમાં ગામના કૂવેથી હેલ ભરીને, માથે ઉંચકીને આવતી માંને જોઇ છે. તેનું સ્મરણ થઇ આવે છે. કૂવામાંથી સીંચીને ભરેલું પાણી ઘરે પહોંચાડી સૌની તરસ છીપાવતી માંને પાણી પીવડાવવાના કેટલાં પૂણ્ય મળ્યા હશે? થાકી જતી માં થોડો પોરો ખાઇને બીજી હેલ ભરવા નીકળી જતી ત્યારે માંની શકિતને નાની આંખો કૂતુહલવશ જોયા કરતી. થોડે દૂર રહેતાં ખેડૂતના ઘરે દૂરની વાડીએથી ગાડામાં ટીપણું ભરી પાણી આવતું તે અમને રજવાડું લાગતું અને દયાભાવી ખેડૂત એકાદ ગાગર પાણી આપે ત્યારે જાણે રાજ મળતું પછી તો પપ્પાની સાયકલ પર પાણીના ફેરા થતાં થયાં ને કોક દા’ડો બંબો ભરીને પ...