મધર ટેરેસા... ચમત્કાર અને સંતપણુ.
નિઃસંદેહ મધર ટેરેસા દ્વારા કરવામાં આવેલ અનન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અને સત્કાર્યો કોઇ પ્રશંસાના મોહતાજ નથી. તેમની પ્રતિભાને આંબવી કોઇ સામાન્ય માણસ માટે સ્વપ્ન સમાન જ રહેશે. કિન્તુ , પરંતુ , લેકિન લાખ ટકે કી બાત યે હૈ કી ભૈયા સત્કાર્યો , સેવા અને સદ્ભાવના ને ચમત્કાર કઇ રીતે ગણી શકાય ? આપણે ત્યાં તો હાલતાં કોઇ બાવા અઢળક ચમત્કારો અને પરચા ની વાતો કરતાં ફરે છે. અને આ બધાંને સમર્થન આપતી ગુલબાંગો હાંકનારા પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. જો બે સિસ્ટરના ચમત્કાર અંગેના દાવાઓ સાચા માનવામાં આવતાં હોય તો બાવાઓના ચમત્કાર અંગેના દાવાઓ પણ માનવા રહે. પરંતુ ત્યાં ચોખલીયો વ્યવહાર રાખનારા શાણપણ ધારકો સિસ્ટરના દાવાઓ સ્વીકારવામાં શાણપણ અનુભવે છે. અગર ગલત હૈ તો દોનો ગલત હૈ. ચમત્કાર એ અનુભૂતિ ની બાબત છે. જે અનુભૂતિ તમને થઈ હોય તે તમારા આચાર , વિચાર , વર્તન , આસપાસનું વાતાવરણ કે જેને અંગ્રેજીમાં milieu ( મિલ્યુ ) કહેવાય છે , સંગત , વાંચન , પરિસ્થિતિ , આભાસ , માનસિકતા વગેરે ઘણી બધી બાબતો પર અવલંબિત હોય છે....