વર્ષ 2017 માટે ના કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ અન્વયે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જવાનું થયું. તારીખ 8-9-10/6/2017 ના રોજ પ્રતિ દિન 3 લેખે કુલ 9 શાળાઓની મુલાકાત લીધી જેમાંથી 6 પ્રાથમિક શાળા અને 3 માધ્યમિક શાળા હતી. તમામ શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું. નાના ભૂલકાઓ ઘરની કાળજીભરી કુમાશમાંથી શાળાના નવિન પરિસરમાં પ્રવેશ કરતાં હોય, નવા લોકો અને નવા બાળકોની સાથે જોડાતા હોય, માતાના ખોળાની હૂંફ છોડીને શિક્ષણના દ્વારે વિસ્મય લઇને ઊભા હોય આવી અલભ્ય ઘટનાને ઋજુતાથી ઉજવવી જ રહે. આ ઉજવણીમાં બાળકોમાં સમગ્ર ઘટના પ્રત્યે ફરજિયાતપણાની ભાવના ન વિકસે અને તેઓ મોકળા મને તેમના જીવનમાં આકાર લેવા જઇ રહેલી આ ઘટના પ્રત્યે પુખ્ત જાગૃતિ વિકસાવ્યા વગર માણે તે ખ્યાલ સરકાર દ્વારા રાખવામાં આવે છે તે આનંદપ્રેરક અવસર છે. મેં તમામ જગ્યાએ બાળકોના વિસ્મયને ક્ષતિ પહોંચાડ્યા વગર તેમને સહ્રદય આવકાર્યા. આ આવકારની પ્રક્રિયામાં શાળાના આચાર્ય, શિક્ષકો, ગામના આગેવાનો અને ગ્રામજનોને પણ જોડ્યા જેથી તેઓ પણ આ પ્રવેશોત્સવને પોતાનો કાર્યક્રમ સમજે અને માત્ર ઔપચારિક...
થુંક રોજના તેના રસ્તે ચાલતા બરોબર 41 ડગલે એક નાકું પડે અને ત્યાંથી 52 ડગલે એક નાળુ આવે. હવે આવી પાક્કી ગણતરી રાખીને તેને ક્યો મેડલ લેવો હશે, કોણ જાણે! પણ તેનું આ રોજનું કામ. રોજ ગણતરી પાક્કી થાય અને તે કોઇ જંગ જીત્યો હોય તેવો આનંદ તેના ચહેરા પર ઉપસી આવે. પોતે ગામમાં નવો નવો રહેવા આવેલો વીસ વર્ષ પહેલાં. બસ, ત્યારથી આ ક્રમ ચાલું છે. મૂળ તો ગણિત ગમતું એટલે જ ગણતરી ય ગમતી હશે. ડગલા ગણતો નાળા સુધી પહોંચે અને નાળામાં આવેલી કાંટ્યમાં થુંકે. થુંકવું પણ તેના જીવનનો અભિન્ન અંગ હતું જાણે. રસ્તા પર આવેલી પાનની દુકાનવાળા વજુભાઈ આ રોજનિશી જોતાં જોતાં જ વજુડામાંથી વજુભાઈ અને હવે વજુકાકા બની ગયેલા. વજુભાઈ તેને પૂછતાં પણ તે કંઇ કહેતો નહીં. વજુકાકાએ પણ હવે માથાકૂટ કરવાનું છોડી દીધું હતું. આજ તે નાળા પાસે આવીને અટક્યો. જંગ જીત્યો નહોતો. પાછો વળ્યો. ફરી આવ્યો. ફરી જંગ જીતવાના આનંદ વગરનો ચહેરો. પાછો ફર્યો. ફરી એજ... લગભગ સાતમી વારે જંગ જીતાણો. અને એ જ ઉન્માદ ફરી વળ્યો તેનામાં. 41 વર્ષમાં ન આવ્યું હોય એવું આખું શરીર નિચોવાય જાય એટલું થુંક તેના મોઢામાં આવ્યું અને નાળાની કાંટ્યમાં પિચકારી મારી. વ...
મનોજ ભારતકુમારની શોર ફિલ્મનું – પાની રે પાની તેરા રંગ કૈસા … ગીત તો તમે સાંભળ્યું જ હશે ને ? છપ્પનીયા દુકાળની વાતો તમે સાંભળી હશે ને ? માણસની કઠણાઇની વાતો તમે સાંભળી હશે ને ? પાણી માટે ટળવળતી પ્રજાની જીવલેણ મથામણ તમે અનુભવી છે ? પાણી વગર તમે કેટલો સમય રહી શકો ? ટી.વી. પર જોયેલ બુંદેલખંડના વિસ્તારોની હ્યદયદ્રાવક પરિસ્થિતિ શબ્દોમાં વર્ણવતાં પરસેવો છૂટી જાય છે. આ પરસેવો પણ પાણી જ છે ને ? તેનાથી તરસ છીપી શકે? દેશમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા છે એવે સમયે બાળપણમાં ગામના કૂવેથી હેલ ભરીને, માથે ઉંચકીને આવતી માંને જોઇ છે. તેનું સ્મરણ થઇ આવે છે. કૂવામાંથી સીંચીને ભરેલું પાણી ઘરે પહોંચાડી સૌની તરસ છીપાવતી માંને પાણી પીવડાવવાના કેટલાં પૂણ્ય મળ્યા હશે? થાકી જતી માં થોડો પોરો ખાઇને બીજી હેલ ભરવા નીકળી જતી ત્યારે માંની શકિતને નાની આંખો કૂતુહલવશ જોયા કરતી. થોડે દૂર રહેતાં ખેડૂતના ઘરે દૂરની વાડીએથી ગાડામાં ટીપણું ભરી પાણી આવતું તે અમને રજવાડું લાગતું અને દયાભાવી ખેડૂત એકાદ ગાગર પાણી આપે ત્યારે જાણે રાજ મળતું પછી તો પપ્પાની સાયકલ પર પાણીના ફેરા થતાં થયાં ને કોક દા’ડો બંબો ભરીને પ...
Comments