મુઠ્ઠી ઉંચેરો માનવી, મુઠ્ઠી ઉંચેરી પ્રજા...



        માં ભારતીના પનોતા પુત્ર શ્રી એ પી જે અબ્દુલ કલામ સાહેબનું અનંત પ્રયાણ અને સમગ્ર રાષ્ટ્રનું એક સુરમાં વિદાયમાન આપવું એ હું સમજણો થયો ત્યારથી મેં જોયેલી અભૂતપૂર્વ ઘટના છે. મારૂં આ બાબતનું અનુભવ આધારિત જ્ઞાન સિમિત હોઇ શકે પરંતુ એ મહાન આત્માને અંજલી આપવા જે રીતે અબાલ વૃદ્ધ સૌએ ટ્વીટર, ફેસબુક થી વ્હોટ્સએપ્પ સુધી હ્ર્દયગાન કર્યુ તે ભલભલા પ્રસિદ્ધ હસ્તીઓને દોહ્યલું રહ્યું છે, રહે છે અને રહેશે. અઢળક ઉર્જાના જ્યોતિર્ધરની પ્રેરક વાતોની વિગતો, તેમના જીવન કવન અને તેમની સાથે જોડાયેલ વાતો તો વીકીપીડીયા કે અન્ય કોઇ લેખ માળા કે વેબસાઇટ પર સહસા ઉપલબ્ધ હશે. અહીં એ વાતોને દોહરાવવાનો યત્ન નથી. કદાચ, તેમની અપ્રતિમ હસ્તીને મારા શબ્દો પૂર્ણ ન્યાયથી વ્યક્ત કરવામાં અસમર્થ રહે તેમ પણ બને. આથી, આપણે તેમના દેહવિલયની વ્યથાને સમગ્ર દેશની પ્રજાએ જે રીતે વ્યક્ત કરી તેની વાત કરવી છે. કલામ સાહેબ મુઠ્ઠી ઉંચેરા માનવી હતાં તેમાં ક્યારેય કોઇ બે મત હોઇ જ ન શકે. તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને તેમના પ્રયત્નો થકી રાષ્ટ્ર્ને પ્રાપ્ત થયેલ અનન્ય સિદ્ધિઓ આવનારી અનેક પેઢીઓ સુધી વ્યાપ્ત રહેશે. એક સામાન્ય પરિસ્થિતિમાંથી ઉઠીને અનન્ય ઉંચાઇ પ્રાપ્ત કરનાર એવા વિરલ વ્યક્તિ ડૉ. અબ્દુલ કલામ સાહેબ માટે સમગ્ર રાષ્ટ્ર અપ્રતિમ આદર અનુભવે છે અને તેની સચોટ પ્રતિતિ સમગ્ર રાષ્ટ્રએ અનેક સ્વરૂપે તેમને આપેલ અંજલી છે. સોશ્યલ મીડીયા કે જ્યાં અનેક લોકો અલગ અલગ પ્રકારની અનેક પોસ્ટ શેર કરતાં હોય, ત્યાં તમામ લોકો જ્ઞાતિ, જાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા, વિચારધારાના ભેદને કોરાણે મૂકીને એક વ્યક્તિને અંજલી આપવા પોસ્ટ્સ શેર કરે તેને ઐતિહાસિક વિરલ ઘટના જ ગણવી પડે. સૌ કરે કલામને સો સો સલામ. જેવી જેની ભાષા, જેવી જેની અભિવ્યક્તિ. પોતાની નહીં તો અન્ય જગ્યાએથી વાંચેલી, જોએલી કે કોપી કરેલી વાત શેર કરે પણ તેમાં ઇજન માત્ર એક જ હોય એ સ્વર્ગસ્થ મહાન આત્માને હ્ર્દયથી આપવાની અંજલી.
        
      આ ઘટના એ બાબતની પણ સાબિતી છે કે માણસ કોઇ પણ ધર્મ, કોઇ પણ નાત-જાત કે પ્રદેશનો હોય, એ મુઠ્ઠી ઉંચેરો હોય તો આ રાષ્ટ્રની પ્રજા તેને આદર સાથે માથે ચઢાવવામાં જરીક પણ પાછી પડે તેમ નથી. આ પ્રજા પણ મુઠ્ઠી ઉંચેરી છે. સદગત કલામ સાહેબની સાથે પ્રાજાની આ ભાવનાને પણ શત શત સલામ. આપણે કલામ ન થઇ શકીએ તો કાંઇ નહીં પરંતુ તેના અમુક ગુણો થકી પણ જીવનમાં કોઇ સાથે વ્યવહાર કરીશું તો એ આપણા તરફથી કલામ સાહેબને અપાએલ સાચી શ્રદ્ધાંજલી હશે. અને જો આવા વ્યક્તિત્વ સાથે આપણે રહીશું તો આ દેશની મુઠ્ઠી ઉંચેરી પ્રજા આપણને એ સન્માન આપે કે ન આપે, આપણા માટે તેમના મનમાં કોઇ રાગ, દ્વેષ, રોષ કે ધિક્કાર નહીં હોય તેની ચોક્કસ ખાતરી છે.
        
     મિસાઇલમેનથી મિસાલમેન બનેલા મુઠ્ઠી ઉંચેરા કલામ સાહેબને મિસાલરૂપ અંજલી અર્પણ કરનાર મુઠ્ઠી ઉંચેરી પ્રજાને પણ સાદર નમન...

      સદાકાળ કલામ સાહેબને અનંત નમન સાથે...

ગર્વ ભેર...

કલ્પેશ ભટ્ટ

Comments

omja education said…
શબ્દો દ્વારા સન્માન વહેતું કરવા ની તમારી કળા માટે અભિનંદન !
કલામસાહેબની બાબતમાં History repeats itself કદાચ ખોટું પડશે !
omja education said…
શબ્દો દ્વારા સન્માન વહેતું કરવા ની તમારી કળા માટે અભિનંદન !
કલામસાહેબની બાબતમાં History repeats itself કદાચ ખોટું પડશે !
Kalpesh Bhatt said…
omja education and Nalinbhai, thank you very much.
Omja education, yes, Kalam saheb, Jesus mafak resurrect thai pun: aave tevu ichchhiye.

Popular posts from this blog

શાળા પ્રવેશોત્સવ - શિક્ષણની વિસ્તરતી સીમાઓ - પ્રત્યક્ષ અનુભવ

ત્રણ... શોર્ટ ફિક્શન.

પાણીનો મૂળ રંગ લાલ હોય છે...