કોપી ઉત્સવ
પરીક્ષાઓના ભણકારાં વાગી રહ્યાં છે. પરીક્ષાર્થીઓ આખા વર્ષની મહેનતનો નિચોડ કરવા થનગની રહ્યાં હશે. આવી જીવનની પ્રગતિ નિર્ધારિત કરનારી ઘટનાના ઘણી વાર સાક્ષી થવા મળ્યું છે. વર્ષ ૨૦૦૦ માં હજી તો હું શિક્ષક થવા ભણી ડગ માંડી રહ્યો હતો ત્યારે સુજેલા કલ્પનને કાવ્ય સ્વરૂપે ઉતારવા પ્રયત્ન કર્યો હતો. આજે તો તે ઘડીને ૧૬ વર્ષના વાણાં વાઇ ગયા પછી પરિસ્થિતિમાં ચોક્કસ બદલાવ આવ્યો જ હશે એવું હું માનું છુ. હવે તો હું શિક્ષક પણ રહ્યો નથી. હાં , મિત્રો જરૂર છે જે શિક્ષકત્વની ધૂણી ધખાવીને બેઠાં છે. ૧૬ વર્ષ પહેલાં લખેલું નીચેનું કાવ્ય હવે પ્રસ્તુત નહીં જ હોય તેવી ભાવના અને ન જ રહે તેવી પ્રાર્થના છે. તા. ક. અહીં ગુગલ દેવની મહેરબાની અને મદદથી કેટલીક છબિઓ ઘટનાના વર્ણન સાથે બંધબેસતી લાગી એટલે ચિપકાવી છે. કોઇએ તેના સત્યાપન અંગે પૃચ્છા ના કરવી. સબ કો સન્મતિ મળે એવી અભ્યર્થના સાથે પ્રસ્તુત છે. કોપી ઉત્સવ... આ લ્લે... લે...! આ તો પરીક્ષા આવી ગઇ...! કનુએ કહ્યું મનુને છગને કહ્યું મગનને સમજુએ કહ્યું મં જુને કોઇકે કહ્યું કોઇક્ને ને , માં – બાપે કહ્યું અ...