ચતુષ્કોણ... 'દેહ વ્યાપાર' અને અન્ય શોર્ટ ફિક્શન.
દેહ વ્યાપાર અંધારી ગલીમાંથી પસાર થતાં રસ્તા પર સંવનન કરીને ફેંકાયેલા કોન્ડોમમાંથી પુરુષત્વની બુ આવતી હતી. એસીપી સ્નેહા સાદા પહેરવેશમાં કૂટણખાનુ પકડવા નીકળી હતી. ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાનો વખત નહોતો એટલે પછી કહીશ એમ વિચારીને બે કોન્સ્ટેબલ સાથે ઉચ્છરંગી કપડાં પહેરીને નિકળી પડી. શહેરની આ ગલી ઘણાં સમયથી બદનામ બની રહી હતી. દેહ વ્યાપારની વ્યાપક વાતો વાતાવરણમાં વહેતી હતી. 'કોઈ ફરિયાદ કરે તો જ પોલીસ દોડે એવું શું કામ?' યુવાન એસીપી આ વિચાર સાથે દુનિયા સામે બાથ ભીડવા નીકળી પડી. 'આવવું છે?' પોતાની એકદમ નજીક અચાનક આવી ગયેલા બદબુદાર શખ્સે સ્નેહાને પૂછ્યું. તેણે કંઇ જ જવાબ ન આપ્યો એટલે પેલો ચાલવા માંડ્યો. સ્નેહા હજી આગળ વધે તે પહેલાં જ તેનો હાથ કોઇએ પકડ્યો. પાછળ ફરીને જોયુ તો એક રૂપલલના ઊભી હતી. 'કેમ, પ્રેમ શોધવા નીકળી છો?' 'ન.. ના..' સ્નેહા થોથવાઇ ગઇ. 'તો ઘરાક કેમ જાવા દીધો?' 'ગંધાતો તો' સ્નેહાએ સંભાળતા કહ્યું. ''હવે, જ્યાં ધંધો જ ગંધાતો હોય ત્યાં માણસની ગંધને શું રોવાનું? ઘડીનો ખેલ, ને લઇ લો હાથનો મેલ.' ધડધડ ગોળીઓ વછૂ...