Posts

મધર ટેરેસા... ચમત્કાર અને સંતપણુ.

Image
            નિઃસંદેહ મધર ટેરેસા દ્વારા કરવામાં આવેલ અનન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અને સત્કાર્યો કોઇ પ્રશંસાના મોહતાજ નથી. તેમની પ્રતિભાને આંબવી કોઇ સામાન્ય માણસ માટે સ્વપ્ન સમાન જ રહેશે.       કિન્તુ , પરંતુ , લેકિન લાખ ટકે કી બાત યે હૈ કી ભૈયા સત્કાર્યો , સેવા અને સદ્ભાવના ને ચમત્કાર કઇ રીતે ગણી શકાય ? આપણે ત્યાં તો હાલતાં કોઇ બાવા અઢળક ચમત્કારો અને પરચા ની વાતો કરતાં ફરે છે. અને આ બધાંને સમર્થન આપતી ગુલબાંગો હાંકનારા પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. જો બે સિસ્ટરના ચમત્કાર અંગેના દાવાઓ સાચા માનવામાં આવતાં હોય તો બાવાઓના ચમત્કાર અંગેના દાવાઓ પણ માનવા રહે. પરંતુ ત્યાં ચોખલીયો વ્યવહાર રાખનારા શાણપણ ધારકો સિસ્ટરના દાવાઓ સ્વીકારવામાં શાણપણ અનુભવે છે. અગર ગલત હૈ તો દોનો ગલત હૈ. ચમત્કાર એ અનુભૂતિ ની બાબત છે. જે અનુભૂતિ તમને થઈ હોય તે તમારા આચાર , વિચાર , વર્તન , આસપાસનું વાતાવરણ કે જેને અંગ્રેજીમાં milieu ( મિલ્યુ ) કહેવાય છે , સંગત , વાંચન , પરિસ્થિતિ , આભાસ , માનસિકતા વગેરે ઘણી બધી બાબતો પર અવલંબિત હોય છે....

પાણીનો મૂળ રંગ લાલ હોય છે...

Image
મનોજ ભારતકુમારની શોર ફિલ્મનું – પાની રે પાની તેરા રંગ કૈસા … ગીત તો તમે સાંભળ્યું જ હશે ને ? છપ્પનીયા દુકાળની વાતો તમે સાંભળી હશે ને ? માણસની કઠણાઇની વાતો તમે સાંભળી હશે ને ? પાણી માટે ટળવળતી પ્રજાની જીવલેણ મથામણ તમે અનુભવી છે ? પાણી વગર તમે કેટલો સમય રહી શકો ? ટી.વી. પર જોયેલ બુંદેલખંડના વિસ્‍તારોની હ્યદયદ્રાવક પરિસ્‍થિતિ શબ્‍દોમાં વર્ણવતાં પરસેવો છૂટી જાય છે. આ પરસેવો પણ પાણી જ છે ને ? તેનાથી તરસ છીપી શકે? દેશમાં દુષ્‍કાળના ઓળા ઉતરી આવ્‍યા છે એવે સમયે બાળપણમાં ગામના કૂવેથી હેલ ભરીને, માથે ઉંચકીને આવતી માંને જોઇ છે. તેનું સ્‍મરણ થઇ આવે છે. કૂવામાંથી સીંચીને ભરેલું પાણી ઘરે પહોંચાડી સૌની તરસ છીપાવતી માંને પાણી પીવડાવવાના કેટલાં પૂણ્‍ય મળ્યા હશે? થાકી જતી માં થોડો પોરો ખાઇને બીજી હેલ ભરવા નીકળી જતી ત્‍યારે માંની શકિતને નાની આંખો કૂતુહલવશ જોયા કરતી. થોડે દૂર રહેતાં ખેડૂતના ઘરે દૂરની વાડીએથી ગાડામાં ટીપણું ભરી પાણી આવતું તે અમને રજવાડું લાગતું અને દયાભાવી ખેડૂત એકાદ ગાગર પાણી આપે ત્‍યારે જાણે રાજ મળતું પછી તો પપ્‍પાની સાયકલ પર પાણીના ફેરા થતાં થયાં ને કોક દા’ડો બંબો ભરીને પ...

કોપી ઉત્સવ

Image
પરીક્ષાઓના ભણકારાં વાગી રહ્યાં છે. પરીક્ષાર્થીઓ આખા વર્ષની મહેનતનો નિચોડ કરવા થનગની રહ્યાં હશે. આવી જીવનની પ્રગતિ નિર્ધારિત કરનારી ઘટનાના ઘણી વાર સાક્ષી થવા મળ્યું છે. વર્ષ ૨૦૦૦ માં હજી તો હું શિક્ષક થવા ભણી ડગ માંડી રહ્યો હતો ત્યારે સુજેલા કલ્પનને કાવ્ય સ્વરૂપે ઉતારવા પ્રયત્ન કર્યો હતો. આજે તો તે ઘડીને ૧૬ વર્ષના વાણાં વાઇ ગયા પછી પરિસ્થિતિમાં ચોક્કસ બદલાવ આવ્યો જ હશે એવું હું માનું છુ. હવે તો હું શિક્ષક પણ રહ્યો નથી. હાં , મિત્રો જરૂર છે જે શિક્ષકત્વની ધૂણી ધખાવીને બેઠાં છે. ૧૬ વર્ષ પહેલાં લખેલું નીચેનું કાવ્ય હવે પ્રસ્તુત નહીં જ હોય તેવી ભાવના અને ન જ રહે તેવી  પ્રાર્થના   છે. તા. ક.  અહીં ગુગલ દેવની મહેરબાની અને મદદથી કેટલીક છબિઓ ઘટનાના વર્ણન સાથે બંધબેસતી લાગી એટલે ચિપકાવી છે. કોઇએ તેના સત્યાપન અંગે  પૃચ્છા  ના કરવી. સબ કો સન્મતિ મળે એવી અભ્યર્થના  સાથે પ્રસ્તુત છે.  કોપી ઉત્સવ... આ લ્લે... લે...! આ તો પરીક્ષા આવી ગઇ...! કનુએ કહ્યું મનુને છગને કહ્યું મગનને સમજુએ કહ્યું મં જુને કોઇકે કહ્યું કોઇક્ને ને , માં – બાપે કહ્યું અ...

ચિતારો...

Image
તે દી ’ ઝૂપડીના અંધારામાં ગરીબડીએ પ્રસવ્યો ’ તો બાળક એક કોર માંનો આનંદ ને બીજી કોર... ચિંતા – કેમ આપીશ ખાવાનું બે ટંક ? ગરીબના ગોર છગનદાદાએ જોણું જોયું : ‘ તારો દીકરો ચિતારો થાહે! ’ બાઇને તો શું સિતારો કે શું ચિતારો ? ‘ ભીખ માંગી લાવે તો હાસો તારો વરતારો. ’ છોકરાના ’ ય દન થયાં મોટાં ભેગાં કર્યા કરતો છાપાના ફોટાં. રસ્તામાં કચરા સાથે એક દી ’ કલમ મળી – છોકરાને જાણે દિવાળી ફળી. ઝટપટ કાગળ લઇ છાપાનો ખાલી જગ્યામાં રોટલી ચિતરી. ઠપ્પાક દઇને રોટલી અવતરી... આમ જોયું તેમ જોયું , ચારે કોર જોયું ‘ સાલ્લું , આવું કેમ થયું ?’ મન ચકરાવે ચડે તે પહેલાં ફરી ચિતર્યુ. જેમ દોરી તેમ રોટલી મળી , માં સાથે સાંજે ઉજાણી કરી. હવે , છોકરો દોરે ને ઘર વસે. ખપ પુરતું દોરે ને ખપ પુરતું મેળવે. ઉનાળાના ભર બપ્પોરે છોકરાએ ભારે કરી , કાગળ ને કલમ લઇ વાદળની ચિતરામણી કરી. ગડગડાટ વરસીને મેઘરાજે પધરામણી કરી. છોકરાનું ચિતરવું ને ઘટનાનું ઘટવું , માંનું મુંઝાવું ને છોકરાનું પોરસાવું. છોકરાએ નિશાળ ચિતરી , તો આખ્ખી વસતી ભણવા માંડી. સૌ કહે , ‘ આ છોકરાએ આપણી ભૂખ ભાંગી....

સોમનાથ – ભાલકા અને આપણી અસફળતા...

Image
          ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં સફળતાપૂર્વક યોજાઇ ગઇ. ફરજના ભાગરૂપે જિલ્લામાં રહેવાનું થયું. માનનીય રાજ્યપાલશ્રીએ તેમના પ્રવચનમાં ઉલ્લેખ્યા મુજબ 'સોમનાથ આપણને આપણી સફળતાઓ અને અસફળતાઓનું જ્ઞાન કરાવે છે.' સોમનાથની ભવ્યતાના ઐતિહાસિક વર્ણનો આપણી સમક્ષ અનેક લોકોએ કર્યા છે. આપણે એ ભવ્યતાના જ્યોતિર્ધર છીએ. પરંતુ એ ભવ્યતા વારંવાર લજવાણી છે, ભંગાણી છે, તૂટી છે અને નષ્ટ થવાની અણી પર આવીને ફરી બેઠી થઇ છે. સ્ફીનીક્સ પક્ષીના મિથકનું સાક્ષાત સ્વરૂપ કદાચ આ ઐતિહાસિક તવારિખ જ હોઇ શકે. સોમનાથ પર આક્રમણ થવું અને તેનું લુંટાવું એ આપણા સંક્રમિત – ભ્રમિત સમાજનું નબળું પરિણામ છે. સોમનાથને ભવ્ય બનાવવું અને તેનું પુન:નિર્માણ કરવું એ આપણી હકારાત્મક વિચારધારા અને પ્રતિબધ્ધતાનું સાફલ્ય સ્વરૂપ છે. વિદેશી આક્રમણકારો, વિધર્મી આક્રમણખોરો – લૂંટારાઓ દ્વારા સોમનાથની ભવ્યતાની લૂંટ અનેકવાર ચાલી અને આપણે અનેકવાર પુન: નિર્માણ કર્યું. પોરસાવું જ હોય તો આપણે કહી શકીએ કે તેઓની નકારાત્મકતા સામે આપણી હકારાત્મકતાનો વિજય થયો. તેઓ લૂંટતા રહ્યા અને આપણે ફરી બેઠાં ...

દુકાને દુકાને અભિયાન ચાલે છે - લૂંટે ગુજરાત.

'પાંચીયાનું કાંઇ નો આવે'... અમે નાના હતા ત્યારે અમારા ગામના મગન દાદા ગોર લારી લઇને કુલ્ફી વેચવા નિકળતા અને ટાબરીયાવ જ્યારે હરખાઈને કુલ્ફી લેવા દોડી જતાં એટલે એકાદ બે ટાબરીયાવ પાંચીયુ આપે ને મગન દાદા ઉપરનું બ્રહ્મ જ્ઞાન પીરસે. પાંચીયાનું તો હવે પંચનામું થઈ ગયું છે ને એના ઉત્તરાધિકારી ચલણી સિક્કા પણ સમયના વહેણમાં તણાઈ ગયા છે. હવે તો પચાસ પૈસા કાઢો તો પણ જાણે તમે ઝિમ્બાબ્વેથી આવ્યા હોવ તેમ લોકો તમને ઘુરશે. પૈસા નું અસ્તિત્વ હવે છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે. અને સાથોસાથ લોકોની નૈતિકતા પણ. સૌને રાતોરાત ધનવાન થવાનો ગાંડો ચસકો લાગ્યો છે. મબલખ વસ્તુઓથી ઉભરાતી બજારોમાં વસ્તુની સાથે નૈતિકતા પણ પડીકે બંધાઇ રહી છે. તમે ઘરે જઈને પડીકું ખોલશો તો વસ્તુ નિકળશે પણ સાથે બંધાયેલ નૈતિકતા છૂ થઈ ગઈ હશે. બે કોડીની વસ્તુ બાર કોડીમાં વેચશે અને ઉપરથી કહેશે 'આ તો તમે છો એટલે આ ભાવ છે બાકી આ ભાવે ન પોસાય.' વારંવાર સંભળાતી આ વાત પર પોરસાવાનું આપણે ક્યારે બંધ કરીશું? આમ તો આ નરાધમ વાયરો આખા ભારતમાં ફેલાણો હોઇ શકે, પણ આપણને તો ગુજરાતનો વાયરો જ કવરાવે ને? આખા ગુજરાતમાં લગભગ તમામ દુકાને જાણે એકસામ...

મુઠ્ઠી ઉંચેરો માનવી, મુઠ્ઠી ઉંચેરી પ્રજા...

Image
         માં ભારતીના પનોતા પુત્ર શ્રી એ પી જે અબ્દુલ કલામ સાહેબનું અનંત પ્રયાણ અને સમગ્ર રાષ્ટ્રનું એક સુરમાં વિદાયમાન આપવું એ હું સમજણો થયો ત્યારથી મેં જોયેલી અભૂતપૂર્વ ઘટના છે. મારૂં આ બાબતનું અનુભવ આધારિત જ્ઞાન સિમિત હોઇ શકે પરંતુ એ મહાન આત્માને અંજલી આપવા જે રીતે અબાલ વૃદ્ધ સૌએ ટ્વીટર , ફેસબુક થી વ્હોટ્સએપ્પ સુધી હ્ર્દયગાન કર્યુ તે ભલભલા પ્રસિદ્ધ હસ્તીઓને દોહ્યલું રહ્યું છે , રહે છે અને રહેશે. અઢળક ઉર્જાના જ્યોતિર્ધરની પ્રેરક વાતોની વિગતો , તેમના જીવન કવન અને તેમની સાથે જોડાયેલ વાતો તો વીકીપીડીયા કે અન્ય કોઇ લેખ માળા કે વેબસાઇટ પર સહસા ઉપલબ્ધ હશે. અહીં એ વાતોને દોહરાવવાનો યત્ન નથી. કદાચ , તેમની અપ્રતિમ હસ્તીને મારા શબ્દો પૂર્ણ ન્યાયથી વ્યક્ત કરવામાં અસમર્થ રહે તેમ પણ બને. આથી , આપણે તેમના દેહવિલયની વ્યથાને સમગ્ર દેશની પ્રજાએ જે રીતે વ્યક્ત કરી તેની વાત કરવી છે. કલામ સાહેબ મુઠ્ઠી ઉંચેરા માનવી હતાં તેમાં ક્યારેય કોઇ બે મત હોઇ જ ન શકે. તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને તેમના પ્રયત્નો થકી રાષ્ટ્ર્ને પ્રાપ્ત થયેલ અનન્ય સિદ્ધિઓ આવનારી અનેક પેઢીઓ સુધી વ્યાપ્ત ...