શાળા પ્રવેશોત્સવ - શિક્ષણની વિસ્તરતી સીમાઓ - પ્રત્યક્ષ અનુભવ
વર્ષ 2017 માટે ના કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ અન્વયે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જવાનું થયું. તારીખ 8-9-10/6/2017 ના રોજ પ્રતિ દિન 3 લેખે કુલ 9 શાળાઓની મુલાકાત લીધી જેમાંથી 6 પ્રાથમિક શાળા અને 3 માધ્યમિક શાળા હતી. તમામ શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું. નાના ભૂલકાઓ ઘરની કાળજીભરી કુમાશમાંથી શાળાના નવિન પરિસરમાં પ્રવેશ કરતાં હોય, નવા લોકો અને નવા બાળકોની સાથે જોડાતા હોય, માતાના ખોળાની હૂંફ છોડીને શિક્ષણના દ્વારે વિસ્મય લઇને ઊભા હોય આવી અલભ્ય ઘટનાને ઋજુતાથી ઉજવવી જ રહે. આ ઉજવણીમાં બાળકોમાં સમગ્ર ઘટના પ્રત્યે ફરજિયાતપણાની ભાવના ન વિકસે અને તેઓ મોકળા મને તેમના જીવનમાં આકાર લેવા જઇ રહેલી આ ઘટના પ્રત્યે પુખ્ત જાગૃતિ વિકસાવ્યા વગર માણે તે ખ્યાલ સરકાર દ્વારા રાખવામાં આવે છે તે આનંદપ્રેરક અવસર છે. મેં તમામ જગ્યાએ બાળકોના વિસ્મયને ક્ષતિ પહોંચાડ્યા વગર તેમને સહ્રદય આવકાર્યા. આ આવકારની પ્રક્રિયામાં શાળાના આચાર્ય, શિક્ષકો, ગામના આગેવાનો અને ગ્રામજનોને પણ જોડ્યા જેથી તેઓ પણ આ પ્રવેશોત્સવને પોતાનો કાર્યક્રમ સમજે અને માત્ર ઔપચારિક વિધિ જ ન માને. અધિકારી