Posts

Showing posts from April, 2017

ત્રણ... શોર્ટ ફિક્શન.

Image
થુંક રોજના તેના રસ્તે ચાલતા બરોબર 41 ડગલે એક નાકું પડે અને ત્યાંથી 52 ડગલે એક નાળુ આવે. હવે આવી પાક્કી ગણતરી રાખીને તેને ક્યો મેડલ લેવો હશે, કોણ જાણે! પણ તેનું આ રોજનું કામ. રોજ ગણતરી પાક્કી થાય અને તે કોઇ જંગ જીત્યો હોય તેવો આનંદ તેના ચહેરા પર ઉપસી આવે. પોતે ગામમાં નવો નવો રહેવા આવેલો વીસ વર્ષ પહેલાં. બસ, ત્યારથી આ ક્રમ ચાલું છે. મૂળ તો ગણિત ગમતું એટલે જ ગણતરી ય ગમતી હશે. ડગલા ગણતો નાળા સુધી પહોંચે અને નાળામાં આવેલી કાંટ્યમાં થુંકે. થુંકવું પણ તેના જીવનનો અભિન્ન અંગ હતું જાણે. રસ્તા પર આવેલી પાનની દુકાનવાળા વજુભાઈ આ રોજનિશી જોતાં જોતાં જ વજુડામાંથી વજુભાઈ અને હવે વજુકાકા બની ગયેલા. વજુભાઈ તેને પૂછતાં પણ તે કંઇ કહેતો નહીં. વજુકાકાએ પણ હવે માથાકૂટ કરવાનું છોડી દીધું હતું. આજ તે નાળા પાસે આવીને અટક્યો. જંગ જીત્યો નહોતો. પાછો વળ્યો. ફરી આવ્યો. ફરી જંગ જીતવાના આનંદ વગરનો ચહેરો. પાછો ફર્યો. ફરી એજ... લગભગ સાતમી વારે જંગ જીતાણો. અને એ જ ઉન્માદ ફરી વળ્યો તેનામાં. 41 વર્ષમાં ન આવ્યું હોય એવું આખું શરીર નિચોવાય જાય એટલું થુંક તેના મોઢામાં આવ્યું અને નાળાની કાંટ્યમાં પિચકારી મારી. વ