Posts

Showing posts from January, 2016

સોમનાથ – ભાલકા અને આપણી અસફળતા...

Image
          ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં સફળતાપૂર્વક યોજાઇ ગઇ. ફરજના ભાગરૂપે જિલ્લામાં રહેવાનું થયું. માનનીય રાજ્યપાલશ્રીએ તેમના પ્રવચનમાં ઉલ્લેખ્યા મુજબ 'સોમનાથ આપણને આપણી સફળતાઓ અને અસફળતાઓનું જ્ઞાન કરાવે છે.' સોમનાથની ભવ્યતાના ઐતિહાસિક વર્ણનો આપણી સમક્ષ અનેક લોકોએ કર્યા છે. આપણે એ ભવ્યતાના જ્યોતિર્ધર છીએ. પરંતુ એ ભવ્યતા વારંવાર લજવાણી છે, ભંગાણી છે, તૂટી છે અને નષ્ટ થવાની અણી પર આવીને ફરી બેઠી થઇ છે. સ્ફીનીક્સ પક્ષીના મિથકનું સાક્ષાત સ્વરૂપ કદાચ આ ઐતિહાસિક તવારિખ જ હોઇ શકે. સોમનાથ પર આક્રમણ થવું અને તેનું લુંટાવું એ આપણા સંક્રમિત – ભ્રમિત સમાજનું નબળું પરિણામ છે. સોમનાથને ભવ્ય બનાવવું અને તેનું પુન:નિર્માણ કરવું એ આપણી હકારાત્મક વિચારધારા અને પ્રતિબધ્ધતાનું સાફલ્ય સ્વરૂપ છે. વિદેશી આક્રમણકારો, વિધર્મી આક્રમણખોરો – લૂંટારાઓ દ્વારા સોમનાથની ભવ્યતાની લૂંટ અનેકવાર ચાલી અને આપણે અનેકવાર પુન: નિર્માણ કર્યું. પોરસાવું જ હોય તો આપણે કહી શકીએ કે તેઓની નકારાત્મકતા સામે આપણી હકારાત્મકતાનો વિજય થયો. તેઓ લૂંટતા રહ્યા અને આપણે ફરી બેઠાં થતાં રહ્યાં. પરં

દુકાને દુકાને અભિયાન ચાલે છે - લૂંટે ગુજરાત.

'પાંચીયાનું કાંઇ નો આવે'... અમે નાના હતા ત્યારે અમારા ગામના મગન દાદા ગોર લારી લઇને કુલ્ફી વેચવા નિકળતા અને ટાબરીયાવ જ્યારે હરખાઈને કુલ્ફી લેવા દોડી જતાં એટલે એકાદ બે ટાબરીયાવ પાંચીયુ આપે ને મગન દાદા ઉપરનું બ્રહ્મ જ્ઞાન પીરસે. પાંચીયાનું તો હવે પંચનામું થઈ ગયું છે ને એના ઉત્તરાધિકારી ચલણી સિક્કા પણ સમયના વહેણમાં તણાઈ ગયા છે. હવે તો પચાસ પૈસા કાઢો તો પણ જાણે તમે ઝિમ્બાબ્વેથી આવ્યા હોવ તેમ લોકો તમને ઘુરશે. પૈસા નું અસ્તિત્વ હવે છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે. અને સાથોસાથ લોકોની નૈતિકતા પણ. સૌને રાતોરાત ધનવાન થવાનો ગાંડો ચસકો લાગ્યો છે. મબલખ વસ્તુઓથી ઉભરાતી બજારોમાં વસ્તુની સાથે નૈતિકતા પણ પડીકે બંધાઇ રહી છે. તમે ઘરે જઈને પડીકું ખોલશો તો વસ્તુ નિકળશે પણ સાથે બંધાયેલ નૈતિકતા છૂ થઈ ગઈ હશે. બે કોડીની વસ્તુ બાર કોડીમાં વેચશે અને ઉપરથી કહેશે 'આ તો તમે છો એટલે આ ભાવ છે બાકી આ ભાવે ન પોસાય.' વારંવાર સંભળાતી આ વાત પર પોરસાવાનું આપણે ક્યારે બંધ કરીશું? આમ તો આ નરાધમ વાયરો આખા ભારતમાં ફેલાણો હોઇ શકે, પણ આપણને તો ગુજરાતનો વાયરો જ કવરાવે ને? આખા ગુજરાતમાં લગભગ તમામ દુકાને જાણે એકસામ