વર્ષ 2017 માટે ના કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ અન્વયે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જવાનું થયું. તારીખ 8-9-10/6/2017 ના રોજ પ્રતિ દિન 3 લેખે કુલ 9 શાળાઓની મુલાકાત લીધી જેમાંથી 6 પ્રાથમિક શાળા અને 3 માધ્યમિક શાળા હતી. તમામ શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું. નાના ભૂલકાઓ ઘરની કાળજીભરી કુમાશમાંથી શાળાના નવિન પરિસરમાં પ્રવેશ કરતાં હોય, નવા લોકો અને નવા બાળકોની સાથે જોડાતા હોય, માતાના ખોળાની હૂંફ છોડીને શિક્ષણના દ્વારે વિસ્મય લઇને ઊભા હોય આવી અલભ્ય ઘટનાને ઋજુતાથી ઉજવવી જ રહે. આ ઉજવણીમાં બાળકોમાં સમગ્ર ઘટના પ્રત્યે ફરજિયાતપણાની ભાવના ન વિકસે અને તેઓ મોકળા મને તેમના જીવનમાં આકાર લેવા જઇ રહેલી આ ઘટના પ્રત્યે પુખ્ત જાગૃતિ વિકસાવ્યા વગર માણે તે ખ્યાલ સરકાર દ્વારા રાખવામાં આવે છે તે આનંદપ્રેરક અવસર છે. મેં તમામ જગ્યાએ બાળકોના વિસ્મયને ક્ષતિ પહોંચાડ્યા વગર તેમને સહ્રદય આવકાર્યા. આ આવકારની પ્રક્રિયામાં શાળાના આચાર્ય, શિક્ષકો, ગામના આગેવાનો અને ગ્રામજનોને પણ જોડ્યા જેથી તેઓ પણ આ પ્રવેશોત્સવને પોતાનો કાર્યક્રમ સમજે અને માત્ર ઔપચારિક...
માં ભારતીના પનોતા પુત્ર શ્રી એ પી જે અબ્દુલ કલામ સાહેબનું અનંત પ્રયાણ અને સમગ્ર રાષ્ટ્રનું એક સુરમાં વિદાયમાન આપવું એ હું સમજણો થયો ત્યારથી મેં જોયેલી અભૂતપૂર્વ ઘટના છે. મારૂં આ બાબતનું અનુભવ આધારિત જ્ઞાન સિમિત હોઇ શકે પરંતુ એ મહાન આત્માને અંજલી આપવા જે રીતે અબાલ વૃદ્ધ સૌએ ટ્વીટર , ફેસબુક થી વ્હોટ્સએપ્પ સુધી હ્ર્દયગાન કર્યુ તે ભલભલા પ્રસિદ્ધ હસ્તીઓને દોહ્યલું રહ્યું છે , રહે છે અને રહેશે. અઢળક ઉર્જાના જ્યોતિર્ધરની પ્રેરક વાતોની વિગતો , તેમના જીવન કવન અને તેમની સાથે જોડાયેલ વાતો તો વીકીપીડીયા કે અન્ય કોઇ લેખ માળા કે વેબસાઇટ પર સહસા ઉપલબ્ધ હશે. અહીં એ વાતોને દોહરાવવાનો યત્ન નથી. કદાચ , તેમની અપ્રતિમ હસ્તીને મારા શબ્દો પૂર્ણ ન્યાયથી વ્યક્ત કરવામાં અસમર્થ રહે તેમ પણ બને. આથી , આપણે તેમના દેહવિલયની વ્યથાને સમગ્ર દેશની પ્રજાએ જે રીતે વ્યક્ત કરી તેની વાત કરવી છે. કલામ સાહેબ મુઠ્ઠી ઉંચેરા માનવી હતાં તેમાં ક્યારેય કોઇ બે મત હોઇ જ ન શકે. તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને તેમના પ્રયત્નો થકી રાષ્ટ્ર્ને પ્રાપ્ત થયેલ અનન્ય સિદ્ધિઓ આવનારી અનેક પેઢીઓ સુધી વ્યાપ્ત ...
Comments